Health | Fitness | આરોગ્ય



શું આપ વજન ઉતારવા માંગો છો ?
વજન ઉતારવા લોકો ઘણા અખતરાં કરે છે. ભૂખ્યા રહે છે, કસરત કરે છે... આઠ દિવસ સુધી બધુ બરાબર ચાલે છે અને પછી બધુ ઠપ્પ થઈ જાય છે. ભૂખ્યા રહેવાથી નબળાઈ આવી જાય છે. જો તમે ખરેખર તમારું વજન ઘટાડવા ઇચ્છો છો તો કેટલાક ઘરેલુ નુસ્ખા અપનાવો. અહી અમે કેટલાક પીણા આપ્યા છે જે તમારું વજન ઉતારવા માટે અસરકારક સાથે પૌષ્ટિક પણ રહેશે.                                                .
ઘરેલું પીણા:                                                         .
1.
ગરમ પાણી અને લીંબુ : ગરમ પાણી વધારેલા વજનને દૂર કરવામાં બહુ મદદરૂપ સાબિત થાય છે. લીંબુ અને પાણી ચરબી બાળવાની સાથે સૌથી સાદું પીણું ગણાય છે. જો તમે તમારું વજન ઓછું કરવા ઇચ્છો છો તો દરેક ભોજન બાદ લીંબુ અને ગરમ પાણીને સાથે મિક્સ કરીને ચોક્કસ પીવો;                                   .
2.
ગરમ પાણી અને મધ : સવારે ખાલી પેટે જો તમે મધ અને ગરમ પાણીનો એક ગ્લાસ પીશો તો ચોક્કસ તમે પતલા થઇ શકશો. પીવાથી વજન તો ઓછું થશે સાથે પીણું તમને દિવસભર સક્રિય રાખવામાં મદદ પણ કરશે. તે તમારા શરીરમાં મેટાબોલિઝમ વધારીને શરીરને એક્ટિવ રાખશે. જે શરીરમાં વધારાની ચરબી જામી જતી રોકે છે. તમે પીણામાં અડધા લીંબુનો રસ પણ નાખી શકો છો                                          .                                                             
3.
ગ્રીન ટી : પણ એક પ્રકારનું હોમમેડ હેલ્ધી ડ્રિંક છે, જે ગરમ કે ઠંડુ બંને રીતે પી શકાય છે. ગ્રીન ટી આપણા શરીર માટે અતિ ફાયદાકારક હોય છે. તે શરીરમાંથી ઝેરી પદાર્થોને બહાર કાઢી ત્વચાને સાફ કરવાની સાથે વાળ ઉતરતા પણ રોકે છે                                                                      .
4.
શાકભાજીનો રસ : વજન ઓછું કરવા માટે કારેલાના રસ કરતા સારો રસ કોઇ નથી. તે કેલરીના લેવલને નીચું કરે છે સાથે શુગર લેવલ પણ કન્ટ્રોલ કરે છે. તે પીવાથી શરીરના તમામ ઝેરી તત્વો બહાર નીકળી જાય છે. કારેલા સિવાય તમે ઇચ્છો તો ગાજર, ટામેટા કે પાલકનો રસ પણ પી શકો છો.
વજન ઉતારવા માટે શું ખોરાક લેશો ?                                                              
 આહારમાં આપણા શરીરને પ્રભાવિત કરનારા અનેક મહત્વપૂર્ણ તત્વો હોય છે. સંતુલિત આહારને વજન ઘટાડવાના પ્રકારોમાં સર્વોત્તમ માનવામાં આવે છે અને વજન ઘટાડનારા આહારમાં ભારતીય સંતુલિત શાકાહારી આહાર લેવાનું વધુ ઉચિત સમજવામાં આવે છે. જાણીએ, વજન ઘટાડનારા ભારતીય વ્યંજનો કયા કયા છે.                                                                             
-
સંતુલિત શાકાહારી આહાર લેવાથી વ્યક્તિ અનેક રોગોમાંથી મુક્ત થઇને દિવસભર તરોતાજા રહી શકે છે. એટલું નહીં ઓછી ચરબીવાળા આહારના સેવનથી સ્થૂળતામાંથી મુક્તિ મેળવી શકાય છે અને વજનને સરળતાથી ઓછું કરી શકાય છે સંતુલિત શાકાહારી આહારથી સ્થૂળ વ્યક્તિ એક અઠવાડિયામાં લગભગ એક પાઉન્ડ સુધીનું વજન ઘટાડી શકે છે. સાથે તે વ્યક્તિને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે                       .
-
સંશોધનોમાં પણ વાત સાબિત થઇ ચૂકી છે કે શાકાહારી વ્યંજન લેનારા લોકો સામાન્યપણે માંસાહારી વ્યંજન લેનારાની સરખામણીએ વધુ સ્લિમ હોય છે. વજન ઘટાડનારા ભારતીય વ્યંજનોમાં લીલા શાકભાજીનો જ્યુસનો સમાવેશ પણ થાય છે                                                         .
-
જો તમે વજન ઘટાડવા માંગો છો તો તમારે દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓ, રોસ્ટેડ અને સ્ટીમ ભોજન છોડવું પડશે. એવા વ્યંજનોનું સેવન કરો જેમાં આવશ્યક વિટામિન અને અન્ય જરૂરી તત્વો હોય ઓછી કેલરીવાળા વ્યંજન જેવા કે સૂપ, સલાડ, શાકભાજી વગેરે લો ઘી વગરની દાળ, ઘી વગરની રોટલી લો ઇડલીમાં ફણગાવેલા મગ મિક્સ કરીને ખાવાથી તે પૌષ્ટિક રહેશે                                              .
-તળેલા ભોજનને બદલે બાફેલું ભોજન લો અને વગર મલાઈના દૂધ-દહીં લો.શાકભાજીની કરી માટે ટામેટા           અને ગાજરનો ઉપયોગ કરો અને સ્વીટમાં સફરજન અને અનાનસનો પ્રયોગ કરો                              .                        -પાલકનો પ્રયોગ નૂડલ્સ, સૂપ કે સલાડમાં કરો. પાલકના પાંદડાથી સેન્ડવીચ પણ બનાવી શકાય છે.
કાચા પપૈયાનું શાક બનાવો અથવા પાકું પપૈયું ખાઓ.ભોજનમાં પનીર અને સોયાબીનને પ્રાથમિકતા આપો.  પ્રોટીન અને ફાઇબરયુક્ત ભોજનનું સેવન કરો;બટરને બદલે ફ્રેશ હર્બલ સ્પ્રેડ ટોસ્ટનો પ્રયોગ કરો.                          .
-
સિવાય તમે ફણગાવેલા ચણા, મગ, મઢ, સૂપ, જ્યુસ, સલાડ, લીલા શાકભાજી વગેરેને તમારા ભોજનમાં સામેલ કરી વજન ઘટાડી શકો છો                                                     .
-
ભોજન ઓછી માત્રામાં લો અને યોગ્ય સમયે લો. આનાથી તમારી પાચનક્રિયા બરાબર ચાલતી રહેશે અને કેલરીનો પણ પૂરતો ઉપયોગ થતો રહેશે                                            .
-
વજન ઓછું કરવા માટે ભોજન સિવાય પાણી પીવું અને વ્યાયામ કરવો પણ જરૂરી છે. જેનાથી તમે ફિટ, હેલ્ધી રહેશો અને તાજગી અનુભવશો                                                      

વજન ઉતારવા આહાર અને વ્યાયામનું સંતુલન અનિવાર્ય.
તેર વર્ષની ટીનેજર હોય કે પચાસ વર્ષની વયસ્ક મહિલા, પણ દરેક વયજુથની મહિલાને શરીર પર જામેલા ચરબીના થરને ઓગાળવાની એકસરખી ચિંતા હોય છે. એક અભ્યાસ પછી જાણવા મળ્યું છે કે પુરુષો કરતા મહિલાઓમાં વધારે વજનની સમસ્યાને કારણે ચિંતાનું પ્રમાણે વધારે હોય છે. દરેક વયજુથની વ્યક્તિ વજન ઉતારવા માગે છે, પણ પરિવર્તન માટે તેમની પાસે અલગ અલગ કારણો હોય છે. જો ખરેખર વજન ઘટાડવું હોય તો લાંબા ગાળાના આહાર આયોજન અને ફિટનેસ પ્લાનિંગની જરૃર પડે છે.
સામાન્ય રીતે વજન ઘટાડવાની ઘેલછા પુરુષો કરતા મહિલાઓમાં વધારે જોવા મળે છે. ફિટનેસપ્રેમી મહિલાઓ વજન ઉતારવા માટે આકરી મહેનત કરે છે, પણ દરેક પર એની એકસરખી અસર નથી થતી કારણ કે શરીરના પ્રકાર અલગ અલગ હોય છે અને એના પર જુદી જુદી અસર જોવા મળે છે.
વજન ઉતારવા માંગતી મોટાભાગની વ્યક્તિઓના મનમાં એવી ખોટી ભ્રમણા હોય છે કે જિમમાં જઈને બે-ચાર કલાક પરસેવો પાડી દેવાથી અઠવાડિયામાં વજન ઉતરી જાય છે. જોકે સાવ ખોટી છે. એક વૈજ્ઞાનિક સંશોધન પ્રમાણે ટુંકા ગાળા માટે કસરત કરવાથી ફિટનેસમાં ખાસ ફાયદો નથી થતો અને વજન પણ નથી ઉતરતુંવજનમાં જે ઘટાડો થાય છે એમાં કસરતનું પ્રમાણ પંદર ટકાથી વધારે નથી હોતું. જોકે કસરત લાંબા ગળા માટે કરવામાં આવે તો ચોક્કસ ફાયદો થાય છે. જોકે કસરતમાં મોટી સમસ્યા છે કે મોટાભાગની મહિલાઓ ટુંકા ગાળા માટે કસરત શરૃ કરે છે અને જો તેને આટલા સમયગાળામાં કોઈ નક્કર પરિણાન દેખાય તો તે કસરત કરવાનું છોડી દે છે, પણ હકીકતમાં કસરત ત્યારે મદદરૃપ થઈ શકે છે જ્યારે એને લાંબા સમય સુધી કરવામાં આવે. જો મહિલા ખરેખર ફિટનેસ માટે એકસરસાઇઝ કરવા માગતી હોય તો તેના માટે ઝડપથી ચાલવાની કસરત અને યોગનું કોમ્બિનેશન મદદરૃપ સાબિત થાય છે. વજન ઉતારવાની ઘેલછામાં કેટલીક મહિલાઓ બહુ મોટી ભુલો કરતી હોય છે. જો ખરેખર વજન ઉતારવું હોય તો ભુલો ક્યારેય કરવી જોઇએ. કેટલીક મહિલાઓ વજન ઉતારવા માટે કડક ડાયટિંગ કરે છે જેના અંતર્ગત તેઓ આખા દિવસમાં કંઈ નથી ખાતી, પણ માત્ર રાતે પેટ ભરીને ભોજન કરે છે. આખી વાત સાવ ખોટી છે. હકીકતમાં માનવીના શરીરમાં ચયાપચયની ક્રિયા બપોરે ૧૨.૦૦થી .૦૦ના સમયગાળામાં સૌથી વધારે સક્રિય હોય છે  અને રાતના .૦૦ વાગ્યા પછી એને સક્રિયતામાં ઘટાડો થાય છે. કારણોસર રાત્રે નવ વાગ્યા પછી જે ભોજન કરવામાં આવે છે એમાંથી મોટાભાગના ભોજનનું ચરબીમાં રૃપાંતર થઈ જાય છે. કેટલીક વ્યક્તિઓ વજન ઘટાડવા માટે અઠવાડિયામાં ત્રણ કિલો જેટલું વજન ઘટાડી દેતા ખાસ ફેન્સી ડાયેટનો આશરો લે છે, પણ હકીકત છે કે જ્યાં સુધી ડાયેટનું પાલન કરે છે. હકીકતમાં રીતે ઉતારેલું વજન પ્રકારનો ડાયેટ બંધ કરતા તરત વધી જાય છે. કેટલીક વ્યક્તિઓ વજન ઘટાડવા માટે રેચક તત્ત્વોનો વધારે પડતો વપરાશ કરે છે, પણ આના કારણે શરીરના અગત્યના ખનીજદ્રવ્યો અને પોષકતત્ત્વોનું ધોવાણ થઈ જાય છે. ઘણીવાર વજન ઉતારવાની ઘેલછામાં જો વધારે પડતી કસરત થઈ જાય તો સ્નાયુઓને ભારે ઇજા પહોંચવાની શક્યતા રહે છે. જે મહિલાઓ સાવ નિષ્ક્રિય જીવન જીવે છે તેમનું વજન એક મર્યાદા પછી ઉતારવાનંુ અશક્ય બની જાય છે. ઘણીવાર ડાયેટ ચોકલેટ અને ડાયેટ કોલાના વધારે પડતા વપરાશને કારણે પણ વજન ઘટવાને બદલે વધે છે.

વજન ઘટાડવા માટેના બે આદર્શ ડાયેટ પ્લાન.                                       .
જે મહિલાઓ વજન ઘટાડવા માગતી હોય તેના માટે બે પ્રકારના ડાયેટ પ્લાનનો વિકલ્પ છે. પહેલા પ્રકારનો ડાયેટ પ્લાન સામાન્ય છે અને એનું પાલન કરતી વખતે બહુ ધ્યાન રાખવું પડતું નથી. પ્લાનમાં માત્ર આહારની રીતભાતમાં ફેરફાર કરવો પડે છે. આનું પાલન કરવાની ક્રમશઃ ધીરેધીરે વજન ઘટે છે અને એમાં પાછો વધારો નથી થતો.
સવારે : ગરમ પાણીમાં લીંબુ અને મધ
સવારનો નાસ્તો:   પલાળેલી પાંચ બદામ અને અડધી કલાક પછી માખણ વગરના ટમેટાં અને કાકડી સાથે બે ટોસ્ટ. નાસ્તામાં કોટેજ ચીઝનો ઉપયોગ પણ કરી શકાયજો ટોસ્ટોનો નાસ્તો પસંદ   હોય તો એક બાઉલ બ્રાઉન પૌવા ઇચ્છા થાય તો ઓછી ખાંડ સાથે ચા લઈ શકાય.
બપોરનું ભોજન: એક પ્લેટ ભરીને સલાડ, એક-2 રોટલીથોડી દાળ, દહીં, ઓલીવ ઓઇલ/તલનું તેલ માં બનાવેલા બે શાક અને નાનકડો વાટકો બ્રાઉન રાઇસ લઈ શકાય.
સાંજનો નાસ્તો :કોઈપણ ભુંજેલો નાસ્તો..
રાતનું ભોજન :એક બાઉલ સુપ, એક શાક, એક રોટલી અને એક પસંદગીનું શાક. સિવાય ઇચ્છા થાય તો સાદા ભોજનની બદલે બાફેલા શાકભાજી અથવા તો શાકભાજી ભરેલા સ્ટફ્ડ રોલ પણ લઈ શકાય.

બીજા પ્રકારનો ડાયેટ પ્લાન થોડો આકરો છે.                                   .                                                                                                              
એનું પાલન કરવા માટે ઘણાંબધાં નિયમોનું પાલન કરવું પડે છે. ડાયેટ પ્લાનની ઝડપી અસર મળે છે, પણ લાંબો સમય ડાયેટ પ્લાનનું અનુસરણ કરતી વ્યક્તિ એકદમ કંટાળી જાય છે.                             
સવારનો નાસ્તો : ચા અથવા તો ફણગાવેલા કઠોળ અને લીંબુનો સરબત લઈ શકાય.                       
બપોરનું ભોજન : ભરપુર શાકભાજી નાખેલા બ્રાઉન પોંવા એક બાઉલ ભરીને અથવા તો ાફેલા ચણા, કાકડીટમેટા અને ડુંગળીનું ચાટ જેવું મિશ્રણ.                                          .
સાંજ નો નાસ્તો : ૧ કપ ચા ( ખાંડ ઓછી ),ખાખરા, મમરા                                     .                                            
રાતનું ભોજન : ઓલીવ ઓઇલ / તલ નું તેલ માં બનાવેલું સલાડ(કચુંબર) કાકડી ,કોબીજ, ગાજર, ડુંગળી, ટામેટાં બીટ, વગેરે સીજન પ્રમાણે લેવું...
વજન ઉતારવા માટે:-

 નોંધ:-
v  સવાર-સાંજ ૩૦ મિનિટ સ્પીડ માં ચાલવા જવું, જોડે હળવી કસરત કરવી.
v  સૂંઠ નું પાણી: રોજ સવારે 2 લિટર પાણી માં 2 ચમચી સૂંઠ નો પાવડર નાખી 1 લિટર જેટલું વધે એટલું ઉકાળવું, પછી ગાળી ને એક બાટલા માં ભરવું, આખા દિવસ દરમ્યાન એ પાણી પીવા માટે વાપરવું.
v  દિવસ માં 2 વાર ફૂલ પેટ જમવું નહિ પણ ઉપર મુજબ 3 થી 4 વાર ખોરાક લેવો.
v  ટી.વી . જોતાં- જોતાં કે વાતો કરતાં-કરતાં જમવું નહિ .
v  દૂધ ગાય નું જ વાપરવું.
v  ઘી, માખણ, ચીજ, ક્રીમ, વધારે પડતું તીખું-તળેલું-ખાટું, આથા વાળી આઇટમ, ,ગળ્યું-મીઠાઇ વગેરે... બંધ કરી દેવું
v  બટાકા, શક્કરીયાં, ડ્રાય ફ્રૂટ, ચોકલેટ, કેક, આઈસ-ક્રીમ, જંક ફૂડ(દાબેલી, સેન્ડવિચ,પફ, વગેરે...) મેંદા ની બનાવટ- બંધ કરવું
v  દિવસ માં ઓછા માં ઓછું  10 થી 12 ગ્લાસ પાણી અવશ્ય પીવું.
v  બપોરે સુવું નહિ, પણ આરામ લઈ શકાય
v  કબજિયાત ના રહે એનું ખાસ ધ્યાન રાખવું.



Dr.Ankit M.Patel
Imax Dental Clinic
Hardik Complex
Near Rajasthan Hospital, 
Tin Hanuman Road, Deesa